Tuesday, 28 July 2020

જાહેરમાં માસ્ક નહીં પહેરો તો 500 રૂપિયા દંડ ભરવો પડશે

જાહેરમાં માસ્ક નહીં પહેરો તો 500 રૂપિયા દંડ ભરવો પડશે.




  1.  જાહેરમાં માસ્ક નહીં પહેરતા લોકો માટે સરકારે 200 રૂપિયા દંડ (Fine) કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, અમદાવાદ (Ahmedabad) અને સુરત (Surat) મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આ રકમ વધારીને 500 રૂપિયા કરવામાં આવી છે.
  2. સરકાર તરફથી આખા ગુજરાતમાં માસ્ક ન પહેરવાના દંડની રકમ વધારીને 500 રૂપિયા કરવામાં આવી છે. આ નિયમ પહેલી ઓગસ્ટથી આખા ગુજરાતમાં લાગૂ પડશે.
સરકારની અપીલ છતાં લોકો માસ્ક નથી પહેરતા :
  1. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે માસ્ક પહેરવું જરૂરી છે. સરકારની અનેક અપીલ છતાં લોકો જાહેરમાં નીકળતી વખતે માસ્ક નથી પહેરી રહ્યા. આથી જ સરકારે હવે દંડની રકમ વધારવાની ફરજ પડી છે. સરકારે બહાર નીકળવાની તેમજ ધંધા રોજગાર શરૂ કરવાની છૂટ આપી દીધા બાદ લોકો એવી રીતે વર્તન કરી રહ્યા છે કે જાણે રાજ્યમાંથી કોરોના ભાગી ગયો છે.
ગુજરાત હાઇકોર્ટે સરકારને ટકોરી :
  1. સરકાર તરફથી હાઇકોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી કે સુરત અને અમદાવાદમાં માસ્ક ન પહેરવા માટે 500 રૂપિયા દંડ વસૂલવામાં આવે છે. અન્ય જગ્યાએ 200 રૂપિયા દંડ લેવામાં આવે છે. આ મામલે હાઇકોર્ટે સૂચન કર્યું હતું કે લોકો આ વાતને ગંભીરતાથી લે તે માટે દંડની રકમ વધારવી જરૂરી છે
  2. જરાત હાઇકોર્ટ તરફથી સરકારને માસ્ક બાબતે ટકોર કરવામાં આવી હતી. હાઇકોર્ટે સરકારને ટકોર કરતા કહ્યુ હતું કે માસ્ક વગર ફરતા લોકોને 1,000 રૂપિયા સુધી દંડ કરવામાં આવશે. આ મામલે કોઈને શું લાગશે તેનો વિચાર કર્યા વગર સરકાર માસ્કનો ફરજિયાત અમલ કરાવે. હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી કે ઘણાં લોકોમાં માસ્ક ન પહેરવાની ટેવ છે. લોકો આ બાબતને ગંભીરતાથી લે તે માટે માસ્ક ન પહેરનારાં લોકો પાસેથી સરકારે એક હજાર રૂપિયાનો દંડ લેવો જોઇએ.
જો તમારે માસ્ક લેવા હોય તો નીચેની લિન્ક પરથી ખરીદી શકો છો.

જ્યાં 183 રૂપિયામાં 100 માસ્ક મળે છે. 
  1.  



No comments:

Post a comment