Tuesday, 21 July 2020

Freight carrier vehicle | કિસાન પરિવહન યોજના |

Freight carrier vehicle | કિસાન પરિવહન યોજના |
કોને મળશે આ યોજના નો લાભ :

૧): નાના/સિમાંત/મહિલા/અનુ.જાતિ/ અનુ.જનજાતિના ખેડૂતોને : કુલ ખર્ચના ૩૫% અથવા રૂ. ૭૫,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે કેટેગરી
૨): સામાન્ય/ અન્ય ખેડૂતોને : કુલ ખર્ચના ૨૫% અથવા રૂ. ૫૦,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે

છેલ્લી તારીખ : 15/08/2020

સૂચના :

૧. ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા હોય કે ના  ધરાવતા હોય, તો પણ અરજી કરી શકાય છે.

૨. જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજુ કરવાનો રહેશે તો તમારાં મોબાઈલ ઉપર એક OTP આવશે. તે OTP નાખ્યા બાદ અરજીમાં ખેડુતની વિગતો આપો આપ ઓનલાઈન આવી જશે.

૩. જો તમે ખેડૂત નોંધણી કરાવ્યા વગર વર્ષ ૨૦૧૮-૧૯થી પ્રથમ વખત અરજી કરતાં હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા નિયત થાય તે સમયે સંબંધિત કચેરીમાં આધાર નંબરની નકલ રજુ કરેથી, સંબંધિત અધિકારીશ્રી દ્વારા તેની ખરાઇ કર્યા બાદ ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) થશે. તે સમયે નોંધણી (રજીસ્ટ્રેશન) થયેલ છે તે અંગેનો SMS આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવશે.

૪. જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત છે.

૫. અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.

૬. અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી.

૭.અરજી કન્ફર્મ થયા પછીજ અરજીની પ્રિન્ટ લઇ શકાશે.

૮. જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવો.

૯. અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સુચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.

How to Apply : 
  1. તમારા મોબાઇલ માં i khedut ની વેબસાઇટ ઓપન કરો  click here 
  2. ત્યાર બાદ તેમાં ખેતી વાડી ની યોજના પર ક્લિક કરો.
  3. ત્યાર બાદ નીચે જાસો ત્યારે અરજી કરો બતાશે તેના પર ક્લિક કરો 
  4. "નવી અરજી કરો" બટન ઉપર ક્લીક કરી નવી અરજી કરો.
  5. . અરજીમાં સુધારા વધારા માટે "અરજી અપડેટ કરો" બટન ઉપર ક્લીક કરો.
  6.  અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો.
  7.  કન્ફર્મ થયેલી અરજીનું પ્રીન્ટ આઉટ લો.
  8. ૫. અરજી નો પ્રિન્ટ આઉટ લેવું કરજીયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે અરજી કર્યા તારીખથી દિન સાત(૭)માં રજુ કરવાની રહેશે. અથવા આઇ ખેડુત પોર્ટલ પર ખેડુત ઓનલાઇન અરજી કર્યાબાદ તેની પ્રિંટ લઇ સહિ/અંગુઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને પોર્ટલ પર "અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ" મેનુમાં કલીક કરીને અપલોડ કરી શકાશે. જયા લાગુ પડતુ હોય ત્યાં "અન્ય ડોક્યુમેન્ટ અપલોડ" મેનુમાં જાતિના દાખલાની સ્કેન કરેલ નક્લ પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ કરેલ છે. જેથી ખેડુતે કચેરીમાં રુબરુ અરજી પહોચાડવાની જરુરીયાત રહેતી નથી. સ્કેન કરેલ નક્લ PDF ફોરમેટમાં અપલોડ કરવી તેની સાઇઝ ૨૦૦ કેબી થી વધવી જોઇએ નહિ.
વધુ માહિતી માટે નીચે નો વિડિયો જુઓ :

No comments:

Post a comment