Monday, 27 July 2020

ડોક્ટરો અને WHOની મોટી ચેતવણી, ગુજરાતમાં હજુ ચોમાસામાં વધશે કોરોના, તકેદારી રાખવા કરો આટલું!

ડોક્ટરો અને WHOની મોટી ચેતવણી, ગુજરાતમાં હજુ ચોમાસામાં વધશે કોરોના, તકેદારી રાખવા કરો આટલું!


  • અમદાવાદમાં કોરોનના કેસોમાં ફરી વધારો થઇ રહ્યો છે. આ કેસના વધારા સિવાય લોકોના મૃત્યુના આંકડાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તહેવારોની સીઝન આવી રહી છે તેવા સંજોગોમાં હજુ પણ કોરોના કેસોમાં વધારો થવાની શક્યતા ડોકટરો સેવી રહ્યા છે. ગુજરાતમાં કોરોના સંક્ર્મણ અને પોઝિટિવ કેસોમાં ખુબજ વધારો થઇ રહ્યો છે. આ વધારાના પાછળ ચૉમાસુ પણ એટલું જ જવાબદાર છે.
  • કોરોના કેસો ચોમાસા દરમિયાન વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ડોકટરો વારંવાર લોકોને તકેદારી રાખવાની સલાહ આપે છે. આ સિવાય સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સૅનેટાઇઝરનો ઉપયોગ પણ જરૂરી છે.
  •  અનલોક-3 શરૂ થાય તે પહેલાં કોરોના વાઈરસ ડાંગના ડુંગરાળ ક્ષેત્રોમાં પણ પહોંચ્યો છે. 130 દિવસથી ગુજરાતમાં સૌથી સલામત, ઓછી વસ્તી ધરાવતા ડાંગમાં વિતેલા 24 કલાકમાં 6 ચેપગ્રસ્તો મળ્યાં છે. રવિવારે આરોગ્ય વિભાગે તમામ જિલ્લામાંથી રેકોર્ડબ્રેક 1,110 પોઝિટિવ રિપોર્ટ મળ્યાંનું જાહેર કરતા ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 55,822એ પહોંચી છે.
  • હાલના સમયમાં સુરતમાં વધુ 12, અમદાવાદમાં ત્રણ અને વડોદરામાં બે દર્દીઓએ દમ તોડયો હતો. એટલું જ નહીં પરંતુ ગાંધીનગર, જામનગર, મોરબી અને રાજકોટમાં પણ એક-એક દર્દીના મોતથી ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,326 નાગરિકોને જીવ ગુમાવવો પડયો છે.
  • શનિવારે સાંજે પાંચ વાગ્યા પછી સૌથી સુરતમાં 299, સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં 257 કેસ વધ્યા છે. જેમાં રાજકોટમાં 72 અને અમરેલીમાં જ 29 કેસ હતા. ઉત્તર ગુજરાતમાં સળંગ બીજા દિવસે બનાસકાંઠામાં, મધ્ય ગુજરાતમાં દાહોદ-પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોટાપાયે કેસનો ઉછાળો નોંધાયો હતો.

No comments:

Post a comment